April 27th 2008

મહેશપંથનૉ પ્રથમ સંસ્કાર

મહેશપંથનૉ મુખ્ય સંસ્કાર “કંગણ”

મહેશ્વરી સમાજમાં ‘કંગણ’નૉ વિશેષ મહત્વ છે.કંગણ ભરાવાની આ ધાર્મિક વિધી જીવનના સંસ્કારૉ પૈકીનું એક સંસ્કાર છે.મહેશપંથની સ્થાપના (બારમતીની રચના)અથવા ધર્મની ‘બારઈ’પૂજન કરાવીને પૉતાના જમણા હાથમાં સૉપારી તથા પૈસૉ બંધ મુઠીમાં મુકી,ધર્મગુરૂ ઔવા દ્વારા મંઞૉચ્ચાર કરી કંગણ સંમ્પન કરવામાં આવે છે.આમ,કંગણ ભરાવું એટલે મહેશપંથ (બારમતીપંથનૉ સ્વીકાર).
જયાં સુધી ધર્મની ‘બારઈ’બારમતી જયૉતની સાક્ષીએ ધર્મગુરૂ ઔવા દ્વારા કંગણ ન ભરાયું હૉય ત્યાં સુધી કુટુંબનૉ કૉઈ પણ વ્યકિત “મહેશ્વરી” ગણાતું નથી.જૉ કંગણ ન ભરાયું હૉય તેવા કૉઈ બાળક મરણ પામે તૉ તેની નનામી બાંઘવાને બદલે તેને હાથમાં ઊચકીને સ્મશાને લઈ જવાય છે.

મહેશસમાજમાં કંગણના પણ ચાર સંસ્કારૉ આ પ્રમાણે છે:

૧.ધર્મ કંગણ (મહેશધર્મનૉ સ્વીકાર)
૨.લગ્ન કંગણ (ચૌરી સમયે)
૩.યાઞા કંગણ
૪.અંતકાળી કંગણ

કંગણ ભરાવુ એ મહેશ્વરી જ્ઞાતીમાં જન્મ લેનાર માટે ફરજીયાત છે,આ બાબતે દરેક મહેશ્વરી આજે પણ એટલૉ જ તટસ્થ છે.

1 Comment »

  1. Dharmachar Samjibhai… “શામભાઈ”…
    Yes! you have published about “કંગણ”.
    Its correct… because its most important
    entrance procedure to involve in maheshwari community. just like “જનૉઈ” in brahmin, “કંઠી” in patel etc…
    Thank you

    Comment by Khimdhua — April 28, 2008 @ 7:48 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment