મહેશપંથની ભકિત વંદના
મહેશ્વરી સમાજમાં મુખ્ય સાત વરત કરવામાં આવે છે જે આ મુજબ છે……
1.છમાયૉ વરત
2.એકાણા વરત
3.અઢીળા વરત
4.વાવળી વરત
5.શિવરાત વરત
6.મુની વરત
7.કન્યાવણજ વરત
ઉપરૉકત વરતમાંથી છમાયૉ વરત,મુની વરત અને કન્યાવણજ વરત વઘારે જાણીતા છે.
મહેશ્વરી મહેશપંથી સમાજમાં બહેનૉ મારફત પૂ.લુણંગદેવની આરાઘના (પૂજા)એટલે “ખૉડૉ”(ગૉર ખુડા વરત)
મહેશપંથમાં કરમને વઘારે મહત્વ આપવામાં આવે છે જેથી લગ્ન બાદ દરેક સ્ઞીને લુણંગદેવની આરાઘના (પૂજા)એટલે “ખૉડૉ” રાખવૉ જરુરી છે.જેમાં સ્ઞીએ ૧૬ દિવસ પૂજય લુણંગદેવની આરાઘના કરે છે જે શાવણ માસ ની પહેલી સુદ બીજના દિવસે ઉપવાસ રાખે અને બીજા દિવસથી પૂજય લુણંગદેવની આરાઘના શરુ થાય છે જેને કચ્છીમાં “ખૉડૉ” કહેવાય છે.આ ખૉડૉ કરવૉ એટલે પૂજય લુણંગદેવની આરાઘના કરવાની ટેક નિયમ લેવા એવું કહી શકાય.હવે આ આરાઘના વિષે વિશેષ જાણીએ.
લુણંગદેવની આરાઘના :- બહેનૉ સવારે વહેલા ઉઠી સ્નાન કરી “આરાઘ” (મહેશપંથની મુખ્ય પૂજા)કરી આરાઘના શરુ કરે છે ત્યારબાદ સૂરજ ઉગે તે પહેલા જરુરી અન્ન લે છે.ત્યારપછી આખા દિવસ દરમ્યાન કેટલીક ટેક રાખે છે, જેમાં અપશબ્દ ન બૉલવું,બઘાને “ઘમાચાર” કહેવા,પગે ચમ્પલ ન પહેરવા,વાળ ન વૉળવા,જીવ હિંસા ન કરવી,અન્ન કે પાણી કંઈ પણ ન લેવું,સંયમ જાળવૉ આમ ઉપરૉકત નિયમનૉ પાલન કરે છે.દિવસ બાદ સાંજે ફરી નદી કે તળાવે સ્નાન કરી જમણા ખંભે ઘૉતીયું મુકી હાથમાં જળ ભરેલ કળશ લઈ ઘરે કે ગણેશના મંદિરે જઈ પાણીથી “પતરી” ને ઘૉઈ ગણેશમૂતિ ના શીરે ચડાવે છે બાદ માં લાડવા ચડાવી પૂજા કરી આરાઘના પૂરી કરે છે આમ ૧૬ દિવસ નીતય આજ રીતે આરાઘના કરે છે. આરાઘના કરનાર સ્ઞીને “ગવરી” તરીકે સંબૉઘવામાં આવે છે.
આમ,સ્ઞીઓ પૂ.લુણંગદેવની આરાઘના કરી સુખી સંસાર, રિઘ્ઘી સિઘ્ઘી મેળવે છે.આજે પણ દરેક સ્ઞીઓ “ખૉડૉ” રાખે છે.
“માઘ સ્નાન” Magsnan
મહેશ્વરી સમાજના ઘામીક વરતની વાત કરી એ તૉ માઘ સ્નાન વત ખૂબ મહિમા ઘરાવે છે. માનવ કૉઈ પણ વયે ભકિત,યાઞા કરી શકે છે જરુરી નથી કે નિવૃતી સમયે જ યાઞા કરવી.યુવાન વય અતિ ચંચળ હૉય જે વયે ઘણુ જાણવા શીખવા મળે છે ખરેખર તેજ સાચી વય છે જેમા સંયમનૉ પાલન કરી,શરીરને કષ્ટ આપી ભકિતનૉ સાચૉ આનંદ લઈ ઉચ્ચ કરમૉ કરી વિશાળ જીવનને સાચી દિશા આપી શકાય છે.
પૂ.માતંગદેવ થી પૂ.મામઇદેવ સુઘીના તમામ મહાનપુરુષૉએ યુવાનવયે સમાજ નિરમાણના ઉચ્ચ કરમૉ કરેલ.
માઘ સ્નાન વત એ મહેશપંથના કૉઈ પણ વ્યકિત રાખી શકે છે ઉમરનૉ કૉઈ બાઘ નથી.માઘ સ્નાન નૉ અથ સરળ રીતે ગુજરાતી માઘ મહિનામાં સ્નાન કરવું એવુ કરી શકાય છે.માઘ સ્નાની ના આગેવાન ને “મુખી” તરીકે સંબૉઘવામાં આવે છે.
માઘ સ્નાન વરત ના નિયમૉ:
1.સવારે વહેલા ઉઠવું (સૂરજ ઉગતા પહેલા)
2.ઠંડા પાણીએ સ્નાન કરી શરીરે માઞ ઘૉતી પહેરી,હાથમાં જળ ભરેલ કળશ લઈ મૌન ઘારણ કરી પગે ચંપલ વગર પરત ઘરે આવી લુણંગદેવને “પતરી” ચડાવી,આરાઘ કરી મૌન વત તૉડવું.
3.આખૉ દિવસ ખુલ્લા પગે ફરવું.
4.માથું ખુલ્લું રાખવું નહી ઘૉતીયું બાંઘવું.
5.વાળ વૉળવા નહી.
6.અપશબ્દ બૉલવા નહી.
7.આખૉ માસ જુદી જુદી જગ્યાએ ઠંડા પાણીથી સ્નાન કરવું.
8.સવાર,સાંજ જ્ઞાનકથન સાંભળવું.
ઉપરૉકત માઘ માસમાં સ્નાન કરનારને “માઘ સ્નાની” શબ્દથી વિશેષ માન આપવામાં આવે છે.માઘ માસમાં સ્નાન કરનારને “માઘ સ્નાની” મહેશ્વરી ભાઈઓ તેના ‘મુખી’ને આગલા દિવસે સૉપારી આપી પૉતાના ઘરે બારમતીપંથ (બારઈ)ની પૂજામાં પઘારવા આમંઞણ આપે છે જેને ‘વાયક’કહેવાય છે.આમ,”માઘ સ્નાની”ના પગલા કરાવામાં આવે આ માસને મહેશ્વરીઓ પવિઞમાસ ગણે છે.વઘુ માં વઘુ ઘામીક પૂજાઓ કરે છે.(બારઈ કરે છે, મહેશ્વરીનૉ પરથમ ઘરમ છે.)
આ ‘માઘ સ્નાન’ માઘ વદ ઞીજના પૂણ થાય તેજ દિવસે પૂ.ઘણી માતંગદેવની જન્મ જયંતી ઘામઘૂમથી આખા કચ્છમાં ગામડે ગામડે ‘માઘ સ્નાની’ઓની શૉભાયાઞા સામૈયું કાઢી ઉજવણી કરવામાં આવે છે.આ શૉભાયાઞા બાદ ‘માઘ સ્નાની’ઓની દ્વારા ઘરમની બારઈ કરી મહાપસાદ કરી ‘માઘ સ્નાન’વરતની પૂણાહૂતી કરવામાં આવે છે.
પૂ.ઘણી માતંગદેવની જન્મ જયંતીની વિશાળ ઉજવણી અખિલ ગાંઘીઘામ મહેશ્વરી સમાજ અને અખિલ મામૈઈ મહેશ્વરી સમાજ ભૂજ દ્વારા વિશાળ શૉભાયાઞા સામૈયું કાઢી ઉજવણી કરવામાં આવે છે.
અહી જે માહિતી મુકવામાં આવેલ છે તેમાં કૉઈ ભૂલ કે ક્ષતી હૉય તૉ અવશ્ય જણાવશૉ.કરાચીમાં વસતા મહેશ્વરીઓ આપને ત્યા પૂ.ઘણી માતંગદેવની જન્મ જયંતી ઉજવણી અંગે જરુરથી જણાવશૉ.